G3Q

Gujarat Gyan Guru Online Quiz

WWW.FREESTUDYGUJARAT.COM

રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q)”નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે. શિક્ષણ વિભાગ દ્વારા આ Mega Quiz Competition નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ક્વિઝ કૉપિટિશન માં રાજ્યના ધોરણ – ૯ થી ૧૨ અને કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. 

દ્વિતીય તબક્કામાં તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવશે.

02

પૃથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાએ યોજાશે. આ ક્વિઝનો ઉદ્દેશ્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરવાનો છે.

ત્રીજા અને અંતિમ તબક્કામાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની ઓનલાઈન ક્વિઝપૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝનું આયોજન થશે.

03

તા.૦૭ જુલાઇ, ૨૦૨૨ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે માન મુખ્યમંત્રીશ્રી ના વરદહસ્તે અને માન.મંત્રીશ્રી ઓની પ્રેરક ઉપસ્થિતિમાં “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ”નો શુભારંભ કરવામાં આવ્યો.

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો : પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નુ ઈનામ,તૃતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નું ઈનામ આપવામા આવશે.

 કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નુ ઈનામ, તિતિય ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ,તૃતીય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,000 નું ઈનામ આપવામાં આવશે.

www.g3q.co.in  ડોમેઈન પર રજીસ્ટ્રેશન કરાવીને આ ક્વિઝમાં ભાગ લઈ શકાશે. સ્પર્ધાના નિયમો અને વિજેતાઓની સંખ્યા અને અન્ય જરૂરી વિગતો www.g3q.co.in  ડોમેઈન પર ઉપલબ્ધ કરવામાં આવશે.

GUJARAT GYAN GURU QUIZ (G3Q)| Registration  કરવા નીચે કિલક કરો   તમામ સ્પર્ધકો અને વિજેતાઓને ગુજરાત સરકાર લેવલે ડીઝીટલ પ્રમાણપત્ર