-લૂ ના લક્ષણો કયા હોય ? -લૂ લાગવાના કારણો ? -સાવધાની શું રાખવી ? -લૂ લાગી હોય તો ઉપચાર શું કરવો ? - ચાલો જાણીએ..
* ખુબજ પરસેવો થવો અને થાક લાગવો * અશક્તિ ,નબળાઈ અને ચક્કર આવવા * ઊભા થવાથી લો -બ્લડ પ્રેશર થવું . * ઊબકા આવવા, માથાનો દુખાવો થવો અને સ્નાયુઓ દુખવા
* ગરમીના વાતાવરણ માં વધુ સમય રહેવાથી તથા અતિ શ્રમ કરવાથી * શરીર માંથી પાણી ઓછું થઈ જવાથી * વધુ ફિટ કપડાં પહેરવાથી
* માટલાનું ઠંડુ પાણી પીવું . * ઠંડક વાડી જગ્યા માં વિશ્રામ કરવો . * આરામ કરતી વખતે પગ હદય થી ઉચ્ચ રાખવા. * ઠંડા પાણીથી નાહવું અથવા શરીર પર ઠંડા પાણીથી પાલળેલો રૂમાલ રાખવો
૩૦ ગ્રામ પાકી આમલી નો ગર ૨૫ ગ્રામ ગોળ ૨ ગ્રામ કાળા મરીનો ચૂર્ણ ૨૫૦-૩૦૦ ml પાણીમાં ઉકાળી ગાળી ને દર્દીને વારંવાર આપતા રહવું .
૩૦ ગ્રામ કાચી કેરીનાં ટુકડા ૫૦૦ ml પાણી માં ઉકાળી , તેમાં ૫૦ ગ્રામ સાકર મેળવીને બનાવેલ શરબત પીવાથી લૂ માં આરામ થાય છે
ગરમાળાનો ગોળ ૫ થી ૧૦ ગ્રામ જેટલો ૧-૨ કપ ઠંડા પાણીમાં ઓગળી ને સવાર સાંજ પાણી પીવું
તુલસીના પાનનો રસ ખાંડ સાથે મેળવીને પીવાથી આરામ થાય છે
ઠંડા જળ માં ધાણા આમળા, સાકર , વરિયાળી અને સુખળ (ચંદન ) આ દરેક નું ૫-૫ ગ્રામ ચૂર્ણ નાખીને લેવું.