ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર છે.
સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૧ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.
અંગ્રેજ શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું.
પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.
અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના ભીલ રાજા સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી,
ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે (મૂળ નામ: નાસીરુદીન અહમદશાહ) પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું.
તેનું નામ પોતાના નામ અહમદશાહ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ'તરીકે ઓળખાવા લાગ્યું.
અમદાવાદ પશ્ચિમ ભારતમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં સમુદ્રની સપાટીથી ૫૩ મીટર (૧૭૪ ફીટ)ની ઊંચાઈએ સાબરમતી નદીના કિનારે સ્થિત છે. જે ૪૬૪.૧૬ ચો. કિમી (૧૭૯ ચો. માઇલ) જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે અમદાવાદની વસ્તી ૫૬,૩૩,૯૨૭ હતી જે અમદાવાદને ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું પાંચમા ક્રમનું શહેર બનાવે છે.
મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના પશ્ચિમ તીરે કોચરબ આશ્રમની સ્થાપના કરી જે આજે કસ્તુરબા આશ્રમ તરીકે ઓળખાય છે અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે.
ડો. વિક્રમ સારાભાઈ નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઈ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર(ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર (અટીરા) અને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાયા.
ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે.
અમદાવાદ આજે અન્ય મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્હી, કોલકત્તા, ચેન્નાઈ ની સમકક્ષ બની ગયેલ છે.
અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે, જે બી.આર.ટી.એસ, મેટ્રો તથા ઍ.ઍમ.ટી.ઍસ.ની સુવિધા ધરાવે છે.