ત્રીનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં તરણેતર નો મેળો ભરાય છે . રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ સાથે રાસ મુખ્ય આકર્ષણ છે
ગુજરાતનો સૌથી મોટો મેળો ધોળકા તાલુકાના વૈાઠા ગામે ભરાય છે સાબરમતી , હાથમતી , મેશ્વો , ખારી , શેઢી , માઝમ , વાત્રક , એમ સાત નદીઓનું સંગમ થાય છે .
અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીના કિનારે શામળાજીનો મેળો ભરાય છે . શામળાજી ના મેળામાં આદિવાસી અને ભીલોની ખાસ સંખ્યા જોવા મળતી હોય છે .
પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં ભરાય છે . રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી ભરાય છે અને જે માતાની માંડી પર શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે .