STD 3 GUJARATI | ધોરણ 3ગુજરાતી કલશોર ધોરણ 3ગુજરાતી તમામ એકમોની PDF, એકમને લગતા વિડીયો અને તેની ઓનલાઇન ક્વિઝ અહીં નીચે આપને મળશે જે આપ વિદ્યાર્થીઓને જેતે એકમની તૈયારી માટે ઉપયોગ કરી શકશો. STD 3 GUJARATI | ધોરણ 3ગુજરાતી કલશોર | ગુજરાતી તમામ એકમો
STD 3 GUJARATI | ધોરણ 3ગુજરાતી કલશોર | ગુજરાતી તમામ એકમો
ધોરણ 3 ગુજરાતી તમામ એકમો
- PDF ડાઉનલોડ કરો
- વિડીયો જુઓ
- ઓનલાઇન ક્વિઝ
- PDF ડાઉનલોડ કરો
- વિડીયો જુઓ
- ઓનલાઇન ક્વિઝ
- PDF ડાઉનલોડ કરો
- વિડીયો જુઓ
- ઓનલાઇન ક્વિઝ
- PDF ડાઉનલોડ કરો
- વિડીયો જુઓ
- ઓનલાઇન ક્વિઝ
- PDF ડાઉનલોડ કરો
- વિડીયો જુઓ
- ઓનલાઇન ક્વિઝ
- PDF ડાઉનલોડ કરો
- વિડીયો જુઓ
- ઓનલાઇન ક્વિઝ
- PDF ડાઉનલોડ કરો
- વિડીયો જુઓ
- ઓનલાઇન ક્વિઝ
- PDF ડાઉનલોડ કરો
- વિડીયો જુઓ
- ઓનલાઇન ક્વિઝ
- PDF ડાઉનલોડ કરો
- વિડીયો જુઓ
- ઓનલાઇન ક્વિઝ
માતૃભાષા બધા વિષયો શીખવા માટેની ચાવી છે. વિચારણા, તર્ક અને લાગણીનું તે વાહન છે. બાળક પોતાના અનુભવો અને જગતની ઓળખને ભાષા વડે રચે છે, મગજમાં સંઘરે છે. આથી માતૃભાષામાં પ્રાપ્ત કરેલું સામર્થ્ય બાળકના સમગ્ર જ્ઞાનને નિશ્ચિત કરે છે. આમ, માતૃભાષાના શિક્ષક બાળકની અધ્યયનશીલતાના સંવર્ધન માટે મુખ્ય અને મહત્ત્વનું પરિબળ બની રહે છે.
પ્રારંભિક વર્ષોમાં ભાષા શીખવનારાં બાળકો માટે કાવ્ય અને વાર્તા આધારિત અનેકવિધ ભાષાકીય પ્રવૃત્તિમાંથી પસાર થવાનું ખૂબ જ જરૂરી હોય છે. ગણિત-પર્યાવરણ જેવા વિષયોનાં પાઠ્યપુસ્તકોમાં મૂકેલું વિષયવસ્તુ સૌપ્રથમ તો ભાષાકીય વસ્તુ જ છે. જ્યારે એ બધુ ભાષાના સ્તરે સમજાય ત્યારબાદ જ તે વિષયના સ્તરે સમજી શકાય છે.
આપણે સૌપ્રથમ એ સ્વીકારવું જોઈએ કે શ્રવણ અને સંભાષણ એ બે ભાષાના પાયાના કૌશલો છે. આ બંને કૌશલોના આધાર પર જ વાચન અને લેખન કૌશલોનો વિકાસ સરળતાથી થઈ શકે છે. વાચન અને લેખન એ દ્વિતીય કે ગૌણ કક્ષાનાં કૌશલો હોવાથી એના પર વધુ પડતો ભાર શરૂઆતનાં વર્ષોમાં આપવાનો હોતો નથી. આથી આ પાઠ્યપુસ્તકમાં ખૂબ જ ગાવાનું, મોટેથી બોલવાનું, કહેવાનું, સાંભળીને કરવાનું, ઝીલ ગાન જેવી પ્રવૃત્તિઓ આપેલી છે. બાળકોની મૌખિક ભાષા બરાબર તૈયાર થાય તે માટે જૂથકાર્ય, સંવાદ, પાઠ કે કાવ્યમાંની કથાનું કથન તથા અનૌપચારિક વાતચીતને પૂરતો અવકાશ આપવો જોઈએ. બાળકો ભાષાકીય તર્ક કરી શકે તે માટે પ્રશ્નો, અધૂરા વાક્યો પૂરા કરવા, વાક્યો જોડવા, વાર્તા આગળ વધારવી જેવા મનોયત્નો પુસ્તકમાં આપેલા છે.
કલ્પના અને સર્જનશીલતા બાળકની ઓળખ છે. આ બંનેની માવજત બાળક દસ વર્ષનું થાય ત્યાં સુધીમાં કાળજીપૂર્વક થવી જોઈએ. હવેના સમયમાં કમ્પ્યૂટર અને રોબૉટ જેવા યંત્રો આવી ગયાં છે. તાર્કિક કાર્યો કરવા માટે હવે મનુષ્યની જરૂર ઓછી પડશે. મનુષ્યનું મુખ્ય કામ કલ્પના કરવી અને સર્જન કરવાનું રહેશે. બાળકોમાં રહેલી આ બંને શક્તિઓને અવકાશ મળે
આ પાઠ્યપુસ્તકમાં ઔપચારિક વ્યાકરણને સ્થાન આપ્યું નથી. એટલે કે વર્ગમાં એકવચન–બહુવચન, વર્તમાનકાળ–ભૂતકાળ, વિશેષણ-સર્વનામ જેવી સંજ્ઞાઓનો ઉપયોગ કરવો નહિ. શાસ્ત્રીય વ્યાકરણમાં આવતી વ્યાખ્યાઓ અને નામ-વિશેષણ-સર્વનામના પ્રકારો દર્શાવાના નથી. વ્યાકરણ અમૂર્ત હોવાથી સ્પષ્ટીકરણ બાળકો માટે વધારે મુશ્કેલી ઊભી કરે છે. માતૃભાષામાં સહજ રીતે પ્રયોજાતાં વાક્યો, શબ્દસમૂહો કે સંવાદોના આધારે વ્યાકરણનો પરોક્ષ પરિચય અને સમજ સર્જવા માટેન ઘણા મનોયત્ન ખૂબ જ સાવધાનીપૂર્વક રચવામાં આવ્યા છે. વિદ્યાર્થી ભાષાની કરામતોને ક્રમિક રીતે સમજે અને પ્રયોજે તે રીતે ચિત્રો, સોપાનબદ્ધા વાક્યો, પરિચ્છેદોનો ઉપયોગ આ પુસ્તકમાં કર્યો છે.
રમૂજ, હાસ્ય, વિસ્મય, રમત, ઉછળકૂદ, બૂમબરાડા, લલકારવું – આ બધાં પરિબળો અધ્યયનને ભારવિહીન બનાવે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ બધાંનો ભરપૂર ઉપયોગ કરે અને વર્ગવાતાવરણ હળવું રાખે તેવી અપેક્ષા છે.
આ સાથે જ ભાષાની અધ્યયન નિષ્પત્તિઓ પણ અહીં જોડેલી છે તે માટે નાવિન્યપૂર્ણ મનોયત્નો, પ્રવૃત્તિઓ તથા ભાષાકીય રચનાઓ સમાવવામાં આવી છે. શિક્ષકમિત્રોને આમંત્રણ અને આવાહન છે કે તમારી સજ્જતા, સર્જનશીલતાને કામે લગાડો અને આ પ્રકારના વધારાનાં વાક્યો કે પ્રવૃત્તિઓ બનાવીને વિદ્યાર્થીઓને મજા કરાવો.
તમે અને બાળકો માતૃભાષાના વૈભવ, સમૃદ્ધિ અને સંવેદનાનું વર્ગમાં અવતરણ કરી તેમાં (નખશીખ નિમજ્જન કરો) ગળાડૂબ રહી અધ્યયન-અધ્યાપનની આનંદયાત્રા માણો તેવી શુભેચ્છાઓ!