GUJARATI VYAKARAN : રૂઢિપ્રયોગ એટલે શું?તેનો અર્થ (ROODHIPRAYOG)

 રૂઢિપ્રયોગ એટલે શું ?

સામાન્ય રીતે રૂઢિ એટલે ચાલતી આવતી પ્રણાલી- માન્યતા એવું કહી શકાય. કેટલાક એવા શબ્દ સમૂહ છે, જેને વાક્યમાં પ્રયોગ કરવાથી અભિવ્યક્તિ અલંકાર યુક્ત બને છે. અહીં વ્યાકરણની દૃષ્ટિએ રૂઢિપ્રયોગ એટલે એવા શબ્દોનો સમૂહ કે જેમાં વપરાયેલા શબ્દોનો અર્થ સામાન્ય વપરાશ કરતાં અલગ થાય.એ શબ્દોનો અર્થ સામાન્ય ભાષા જેવો કરવા જઈએ તો આપણે ખોટા પડીએ. રૂઢિપ્રયોગમાં વપરાયેલ શબ્દો અલંકારિક હોય છે. 

ભાષાવિજ્ઞાનમાં રૂઢિપ્રયોગોને સામાન્ય રીતે વાકયરચનાના સિદ્ધાંતો સાથે વિરોધાભાસ ધરાવતા અલંકાર તરીકે માનવામાં આવે છે, જો કે આ માન્યતા પણ ચર્ચાસ્પદ રહી છે. 
હોન સઇદે “રૂઢિપ્રયોગ”ને એવા શબ્દસમૂહ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે જેમાં શબ્દો એકબીજા સાથે ત્યાં સુધી જોડાયેલા રહે છે જયાં સુધી તેનું રૂપાંતરણ થઇને એક નિશ્ચિત અર્થ તેની સાથે ન જોડાય.આ શબ્દસમૂહ – સામાન્ય રીતે સાથે ઉપયોગમાં લેવામાં આવતા શબ્દોનો સમૂહ – શબ્દ સમૂહમાં રહેલા દરેક શબ્દને પુનઃવ્યાખ્યાયિત કરીને રૂઢિપ્રાયોગિક અભિવ્યકિત બને છે. 

આ શબ્દો રૂઢિપ્રયોગ તરીકે પોતાનો આગવો અર્થ ઊભો કરે છે. વધુમાં રૂઢિપ્રયોગ એવી અભિવ્યકિત, શબ્દ કે શબ્દસમૂહ છે જેનો અર્થ તેમાં રહેલા શબ્દોના શાબ્દિક અર્થથી અલગ હોય છે. જયારે બોલનાર વ્યકિત રૂઢિપ્રયોગનો ઊપયોગ કરે છે ત્યારે સાંભળનાર વ્યકિતને તે અલંકારનું પહેલેથી જ્ઞાન ન હોય તો તે ભૂલથી તે શબ્દોના શાબ્દિક અર્થ સમજણમાં લે તેવી શકયતા છે.
સામાન્ય રીતે રૂઢિપ્રયોગોનું યોગ્ય રીતે ભાષાંતર થઇ શકતું નથી, કેટલાક કિસ્સાઓમાં રૂઢિપ્રયોગોનું અન્ય ભાષામાં ભાષાંતર કરવામાં આવે ત્યારે અર્થ બદલાઇ જાય છે અથવા તો તે ગેરમાર્ગે દોરનારું બની જાય છે. 

આવા કેટલાક રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપણે જોઈએ

1

મન મારીને બેસવું – મનની ઇચ્છા દબાવી રાખવી

2

રસ્તો ન દેખાવો – કોઈ ઉકેલ ન મળવો

3

આંખમાં ઝળહળીયા આવવા -આંખમાં આંસુ આવવા

4

આંખ વાળી લેવી – દુ:ખી હ્રદયે વિદાય લેવી

5

ખાતર પડવું – ચોરી થવી

6

દુધે ધોયેલું – વિશ્વાસપાત્ર

7

આંખ ફરી જવી – ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી

8

પાણી ફેરવવું – આબરૂ કાઢવી

9

આંખ બતાવવી – ગુસ્સો પ્રગટ કરવો

10

ભારે હૈયે – દુ:ખી હ્રદયે

11

બની જવું – છેતરાઈ જવું

12

રજા લેવી – વિદાય થવા પરવાનગી લેવી

13

ભાન કરાવવું – સાચી સમજ આપવી

14

ઝડતી લેવરાવવી – જાંચ કે તપાસ કરાવી

15

વડ ના વાંદરા ઉતારવા – બહુ જ તોફાની હોવું

16

નિશાન ચૂકી જવું – ધાર્યું નિશાન ન પડવું

17

સાબદા થઈ જવું – ચેતી જવું

18

આંખ ફાટવી – ગુસ્સે થવું

19

ઝોળવા માંડવું – હલાવવા માંડવું

20

મોતને ઘાટ ઉતારી દેવું – મારી નાખવું

21

ઊંચા ગજા ના હોવું – વિશેષ શક્તિ ધરાવતા હોવું

22

મોખરે રહેવું – આગળ રહેવું,સક્રિય રહેવું

23

દેહ પડવો – મૃત્યુ થવું,અવસાન થવું

24

ઢીલા પડવું – નરમ થવું

25

આનાકાની કરવી – હા – ના કરવી

26

બોલ ઉપાડી લેવો – પડકાર ઝીલી લેવો

27

વાતાવરણ ખીલી ઊઠવું – વાતાવરણ જીવંત બની જવું

28

એકના બે ન થવું – મક્કમ રહેવું

29

લોહી પાણી એક કરવા – પુષ્કળ મહેનત કરવી

30

પગ ઉપાડવા – ઝડપથી ચાલવું

31

બાવળા ના બળથી -જાત મહેનત થી

32

જીવ બાળવો – દુ:ખી થવું

33

બેઠા બેઠા ખાવું – શ્રમ કર્યા વિના, નિરાતે ઉપભોગ કરવો

34

નિસાસો નાખવો – આહ નાખવી

35

પેટનો ખાડો પૂરવો – જીવનનિર્વાહ કરવો

36

ખૂણામાં નાખવું – બેદરકારીથી બાજુમાં મૂકવું

37

સ્વપ્ન ફળવું – ઇચ્છા પૂરી થવી

38

ઉર તણાવું – દિલ ખેચાવું

39

ઉડીને આંખે વળગવું – તરત ધ્યાન ઉપર આવવું

40

મીટ માંડવી – નજર સ્થિર કરી જોઈ રહેવું

41

મન ઠરવું – સંતોષ થવો

42

રામ રામ કરવા – વિદાય લેવી

43

કાન સૌરીને દાઢયે ચડાવવું – સતર્ક થઈ જવું

44

ઘોડાને ઘેર હોવું – ખૂબ નજીક હોવું

45

મન ઉઠી જવું – અભાવ આવવો,રસ ન રહેવો

46

નજર ધ્રોબવી – નજર થી નજર મેળવવી

47

મિજાજ તરડાવવો – અભિમાન આવવું

48

ફાટી આંખે જોઈ રહેવું – અચંબા કે વિસ્મય સાથે જોવું

49

આંખ કરડી થવી – ગુસ્સા થી આંખ લાલ થવી

50

પડ્યો બોલ ઝીલવો – આજ્ઞા નું પાલન કરવું

51

માથે ચારેય હાથ હોવા – રહેમ દ્રષ્ટિ હોવી

52

મોમાં આંગળા નાખવા – ખૂબ આશ્ચર્ય પામવું

53

પગે પાંખો ફૂટવી – ખુબજ ઉત્સાહ માં આવી જવું

54

પેટે પાટા બાંધવા – ખુબજ દુખ વેઠવું

55

લોઢાના ચણા ચાવવા – અત્યંત મુશ્કેલ કામ કરવું

56

આકાશ પાતાળ એક કરવા – ખુબજ મહેનત કરવી

57

દિલ કોરી નાખે તેવું – સખત,પુષ્કળ

58

છાતી ચાલવી – હિમ્મત હોવી

59

મો પડી જવું – શરમિંદુ થઈ જવું

60

નીચું માથું કરવું – શરમથી નીચે જોવું

61

દિલ જીતી લેવું – પ્રિય થઈ જવું

62

ઝળહળીયા આવવા – આંખ માં આંસુ આવી જવા

63

જીવની જેમ સાચવવું – ખૂબ જતન કરવું

 

ONLINE QUIZ : રૂઢિપ્રયોગના અર્થ (ROODHIPRAYOG) : 1 

નીચે આપેલ ક્વિઝમાં આપે આપનું નામ લખી START પર કિલક કરવાનું રહેશે.ક્વિઝ આપો અને આપનું જ્ઞાન ચકાશો.  

 

 

ONLINE QUIZ :2  રૂઢિપ્રયોગના અર્થ (ROODHIPRAYOG) :  
નીચે આપેલ ક્વિઝમાં આપે આપનું નામ લખી START પર કિલક કરવાનું રહેશે.ક્વિઝ આપો અને આપનું જ્ઞાન ચકાશો.  

 

Leave a Comment