LEARN ENGLISH : SINGULAR SENTENCES WITH HELP OF THIS AND THAT

 LEARN ENGLISH : THIS & THAT 

વાંચો અને ઓનલાઈન ક્વિઝ આપો.

 ગુજરાતી વ્યાકરણમાં એકવચન અને બહુવચન વાળા વાક્યો આવે છે.જેમકે,

આ કેરી છે, (એકવચન )

આ કેરીઓ છે. ( બહુવચન ) 

અંગ્રેજીમાં પણ એકવચન અને બહુવચન ના વાક્યો આવે છે. એકવચન | (singular) જ્યારે આપણે કોઇપણે બાબત અંગે કે કોઇ સજીવ નિર્જીવ વસ્તુ, પ્રાણી, પદાર્થ ને ફક્ત એક જ નો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે અને એકવચનના પહેલા પુરૂષ I , બીજો પુરૂષ You, ત્રીજો પુરૂષ He/ She/ It ના  સર્વનામો થી વાક્ય બનેલું હોય ત્યારે વાક્ય રચના એકવચન માં (Singular) કરવી પડે છે. 

જેમ કે This અને That શબ્દો થી શરૂ થતા વાકયો હંમેશા અને વ્યક્તિ વાચક સર્વનામો જેવા કે 

I, You, He, She, It l શરૂ થતાં વાક્યો પણ એકવચનમાં લખાય છે,

જેમકે,

This is a book.  –  આ ચોપડી છે.

That is a book. –  પેલી ચોપડી છે.

I am a pupil. –    હું વિદ્યાર્થી છું.

You are a pupil. – તમે વિદ્યાર્થી છો.

He is a doctor. – તે ડૉકટર છે.

She is a doctor. – તેણીની ડોકટર છે.

It is a crow. –  તે કાગડો છે.

ટુંકમાં જે વાક્યોમાં કોઇ એક જ વસ્તુનો ઉલ્લેખ કરવાનો હોય તેવા તમામ વાકયો એકવચનમાં આવે, જે વાક્યોમાં કોઇ એક જ વ્યક્તિ વિશે કે કોઇ એક જ વ્યક્તિનો ધંધો દર્શાવવાનો હોય ત્યારે વાક્ય એકવચનમાં આવે.

: ONLINE QUIZ : 

THIS અને THAT એકવચન વાક્યો : 
અંગ્રેજી અને ગુજરાતી

Leave a Comment